શુક્રવાર, 15 એપ્રિલ, 2011

એકલતા વિશે

એકલતા નો અર્થ માનવીનું એકલા હોવાનું,એકલા રહેવાનું છે.
>જેમ ઊધઇ ગમે તેવું લાકડું કોરી ખાય છે ; તેમ એકલતા માનવી મન,વિચારને કોરી ખાય છે.જીવંત માનવીને કોરીને નાશવંત બનાવે છે.તે દુ:ખના આવેગમાં ખેંચાતો જાય છે.
-એકલમાનવીનું મન શેતાનનું ઘર છે.
-> આટલું યાદ રાખજો, જીવનમાં કયારેય કોઈને એકલતાના મહાસાગરમાં ડૂબવા ના દેતા.
+કૌશલ સુથાર

ગુરુવાર, 14 એપ્રિલ, 2011

જનરલ નોલેજ

૧) ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
જ. ફ્લેમિંગો

૨) ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?
જ. સિંહ

૩) ગુજરાતની સ્થાપના કયારે થઈ હતી ?
જ. ૧ મે, ૧૯૬૦

૪) ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
જ. શ્રી મહેંદી નવાઝજંગ

૫) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
જ. ડૉ. જીવરાજ મહેતા

૬) ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં છે? કેટલી?
જ. અમદાવાદ જિલ્લો,૭૯.૮૯ ટકા

૭) ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે? કેટલી?
જ. દાહોદ જિલ્લો,૪૫.૬૫ ટકા

૮) ગુજરાતમાં કુલ ગામડાઓ કેટલાં છે ?
જ. ૧૮,૧૯૨

૯) ગુજરાતમાં સૌથી વધુ મંદિરો કયાં શહેરમાં છે ? અને કેટલા ?
જ. પાલિતાણા, ૮૬૩ મંદિરો

૧૦) ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો અને કયાં આવેલો છે ?
જ.લક્ષ્મીવિલાસ પૅલેસ, વડોદરા

સોમવાર, 11 એપ્રિલ, 2011

"જીવનમાં એટલી ભૂલો ના કરતાં કે પેન્સિલ પહેલાં રબર ઘસાઈ જાય, અને એટલું બધું રબર પણ ના ઘસતાં કે જેથી જિંદગીના પાનાં ફાટી જાય..!"